જેતપર ગામે બોલેરોમાં આવેલ અજાણ્યા ઇસમોએ હિટાચી મશીન સળગાવી દીધું

હિટાચી મશીનમાં રૂ ૧૪ લાખનું નુકશાન થયાની પોલીસ ફરિયાદ

 

 

મોરબીના જેતપર ગામની સીમમાં બોલેરોમાં આવેલ અજાણ્યા પાંચથી છ ઇસમોએ ગાળો આપી હિટાચી મશીનમાં લાકડાના ધોકા મારી નુકશાન કરી તેમજ પેટ્રોલ નાખી સળગાવી દેતા રૂ ૧૪ લાખનું નુકશાન થયું હતું પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે

 

મોરબીના અવની રોડ ઉમા પાર્ક સોસાયટીમાં રહેતા મહેશભાઈ દામજીભાઈ પરેચાએ અજાણ્યા પાંચથી છ ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૧૬-૦૬ ના રાત્રીના અઢી વાગ્યાના અરસામાં આરોપીઓએ મોડી રાત્રે નંબર પ્લેટ વગરની ઠાઠા વાળી બોલેરો કાર લઈને આવી જેતપર દેવળિયા રોડ પર હનુમાનજી મંદિર પાછળના ભાગે આવી ફરિયાદીના વોલ્વો બીએલસી ૨૧૦ મોડેલ હિટાચી મશીન પાસે આવી હિટાચીના ડ્રાઈવર સલામુદીન જાનમહમદને ગાળો આપી હિટાચી મશીનમાં લાકડાના ધોકા મારી નુકશાન કર્યું હતું તેમજ મશીન પર પેટ્રોલ નાખી સલ્ગાઈ દઈને મશીનમાં આશરે રૂ ૧૪ લાખનું નુકશાન કર્યું હતું મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે

 

Leave A Reply

Your email address will not be published.