માળિયાના વેણાસર ગામે ઝેરી દવા પી લેતા યુવાનનું મોત


વેણાસર ગામની સીમમાં વાડીએ ૨૩ વર્ષીય યુવાન ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન મોત થયું હતું
મૂળ દાહોદ હાલ માળિયા (મી.) તાલુકાના વેણાસર ગામની સીમમાં રહેતા રાહુલભાઈ સમીરભાઈ મોહનીયા (ઉ.વ.૨૩) નામના યુવાન ગત તા. ૨૦ ના રાત્રીના સમયે વાડીએ કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા સારવાર માટે જેતપર બાદ મોરબી હોસ્પિટલ ખસેડાયો હતો જ્યાં સારવારમાં યુવાનનું મોત થયું છે માળિયા પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે