



માનસર ગામ નજીક અજાણ્યા વાહન ચાલકે યુવાનને હડફેટે લેતા યુવાનનું કરુણ મોત થયું હતું હળવદ પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે
મૂળ ઝારખંડના વતની હાલ હળવદના મેરૂપાર ગામ નજીક રહેતા બીજલીસિંહ કેશોસિંહ (ઉ.વ.૫૬) વાળાએ અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીના બનેવી મકસુદનસંહ તબિયત સારી ના હોવાથી રજા પર હતા અને હળવદ મેરૂપાર ગામના પાટિયા પાસે રામદેવ હોટેલ પર રોકાયા હતા રાત્રીના ફરિયાદી ઘનશ્યામપુર ગામની સીમમાં વીજપોલનો સામાન પડેલ હતો જેથી ફરિયાદી અને અર્જુન બંને રોકાયા હતા રાત્રીના અર્જુનના ફોનમાં મજૂરનો ફોન આવ્યો કે મકસુદનસિંહ મેરૂપ્રના પાટિયાથી હળવદ ચાલીને જતો હતો ત્યારે માનસર ગામ પહેલા મોરબી હાઈવે પર કોઈં અજાણ્યા વાહનચાલકે હડફેટે લેતા ઈજા પહોંચી હતી અને હળવદ હોસ્પિટલ લઇ ગયા છે
જ્યાં હોસ્પિટલ પહોંચતા બનેવી મકસુદનસિંહને અજાણ્યા વાહનચાલકે હડફેટે લઈને છાતીના ભાગે ટાયર ફેરવી પાસળી ભાંગી અને માથું છુંદી શરીર પર ગભીર ઈજા પહોંચાડી મોત નીપજાવ્યું હતું હળવદ પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે