વાંકાનેરમાં યુવાનનો આપઘાત, ફેકટરીમાં પતરું તૂટતા નીચે પટકાતા યુવાનનું મોત

 

વાંકાનેરમાં કારખાનાના શેડનું પતરું તૂટી જતા નીચે પટકાતા યુવાનનું મોત

લાકડધાર ગામની સીમમાં શેડ પર ચડીને કામ કરતી વખતે સિમેન્ટ પતરું તૂટી જતા યુવાન નીચે પટકાતા માથામાં ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું

મૂળ વાંકાનેર સીટી સ્ટેશન રોડ પર રહેતા હાલ મોરબીના ટીંબડી પાટિયા પાસે રહેતા શૈલેષભાઇ હસમુખભાઈ લકુમ (ઉ.વ.૩૪) નામના યુવાન વાંકાનેર તાલુકાના લાકડધાર ગામની સીમમાં આવેલ બ્રાવેટ ગ્રેનાઈટો કારખાનામાં શેડ પર ચડી કામ કરતો હતો તે સિમેન્ટ પતરું અકસ્માતે તૂટી જતા યુવાન સિમેન્ટ પતરા ઉપરથી કારખાનાના સિમેન્ટના તળ વાળા ભોય તળિયે પટકાયો હતો જેથી યુવાનને માથામાં ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું વાંકાનેર તાલુકા પોલીસે બનાવ મામલે તપાસ ચલાવી છે

 

વાંકાનેરના માટેલ રોડ પર ગળેફાંસો ખાઈ યુવાનનો આપઘાત

માટેલ રોડ પર આવેલ સિરામિક ફેકટરીમાં ગળેફાંસો ખાઈ ૧૮ વર્ષના યુવાને આપઘાત કરી લીધો હતો પોલીસે બનાવ મામલે વધુ તપાસ ચલાવી છે

વાંકાનેરના માટેલ રોડ ઢુવા પાસે આવેલ ટોરીસ સેનેટરી કારખાનામાં કામ કરતા નાજ્મીનખાન બુરેખાન મન્સૂરી (ઉ.વ.૧૮) નામના યુવાને કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ લેતા મોત થયું હતું પોલીસે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે વાંકાનેર તાલુકા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે

Leave A Reply

Your email address will not be published.