મોરબી સહીત છ જીલ્લામાંથી હદપાર કરાયેલી મહિલા આરોપી ઝડપાઈ

 

મોરબી સહીત છ જીલ્લામાંથી હદપાર કરાયેલી મહિલા વાંકાનેર ઢુવા ચોકડી સસ્તા બજાર દુકાન પાસેથી મળી આવતા એસઓજી ટીમે મહિલા આરોપીને ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

 

મોરબી એસઓજી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન આરોપી માનુબેન રાયસિંગ વાઘેલા (ઉ.વ.૩૦) રહે ઢુવા ગામની સીમ તા. વાંકાનેર મૂળ રૈયાધાર રાજકોટ વાળાને સબ ડીવી. મેજી. વાંકાનેરના હદપારી કેસ નંબર એમએજી હદપાર કેસ રજી નં ૦૪.૨૦૨૬ તા. ૧૫-૦૭-૨૦૨૬ ના હુકમથી મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ શહેર, રાજકોટ રૂરલ, જામનગર, કચ્છ-ભુજ ને દેવભૂમિ દ્વારકા જિલ્લાઓમાંથી હુકમ તારીખથી છ માસ માટે હદપાર કરેલ હોવા છતાં મોરબી જીલ્લાની હદમાંથી ઢુવા ચોકડી પાસેથી મળી આવતા મહિલા આરોપીને અટક કરી વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

 

Leave A Reply

Your email address will not be published.