

લુંટાવદર ગામ નજીક રીક્ષા ચાલકે કાબુ ગુમાવતા રીક્ષા પલ્ટી મારી ગઈ હતી જે અકસ્માતમાં રીક્ષામાં સવાર ભિક્ષાવૃત્તિ કરતી મહિલા અને રીક્ષા ચાલક સહીત ચારને ઈજા પહોંચી હતી મોરબી તાલુકા પોલીસે બનાવ મામલે વધુ તપાસ ચલાવી છે
મોરબીના મકનસર નવા પ્લોટ વિસ્તારમાં રહેતા ચંચાબેન મોક્નાથભાઈ ભાટી (ઉ.વ.૪૯) વાળાએ સીએનજી રીક્ષા જીજે ૩૬ ડબલ્યુ ૫૨૭૫ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે તા. ૨૪ ઓગસ્ટના રોજ મોરબી નવલખી રોડ પર રીક્ષાચાલકે પોતાની રીક્ષા પુરઝડપે ચલાવી કાબુ ગુમાવતા લુંટાવદર ગામના પાટિયા પાસે રીક્ષા પલ્ટી મારી ગઈ હતી જે અકસ્માતમાં ફરિયાદી ચંચાબેન ભાટીને હાથમાં ફ્રેકચર જેવી ઈજા તેમજ કનીબેન અને ગજુબેનને સામાન્ય ઈજાઓ કરી થઇ હતી અને રીક્ષા ચાલકને પગમાં ઈજાઓ પહોંચી હતી