


મોરબીમાં પોલીસની ધાક ઓસરી ગઈ હોય તેમ ગુનાખોરી સતત વધી રહી છે લુખ્ખા તત્ત્વો અવારનવાર પોલીસની કામગીરી સામે સવાલો ઉભા થાય તેવા કૃત્યો જાહેરમાં કરતા જોવા મળે છે ગત રાત્રીના મોરબીના ભવાની ચોક ગરબી ચોકમાં ગરબી ચાલુ હતી ત્યારે એક સ્કોર્પીઓ કાર ચાલકે પુરઝડપે ગાડી ચલાવી જગ્યા ના હોવા છતાં ખુરશીઓ ઉલાળી પુરઝડપે નીકળી ગયો હતો
શહેરના ભવાની ચોકમાં પ્રાચીન ૫૬ વર્ષથી ચાલતી ગરબી ચાલી રહી હતી ત્યારે એક સ્કોર્પીઓ કારનો ચાલક પુરઝડપે ગરબી ચોક પાસેથી પસાર થયો હતો અને ગરબી જોવા આવનાર માટે ખુરશીઓ રાખી હોવાથી ગાડી નીકળે તેટલી જગ્યા ના હોવા છતાં ખુરશીઓ ઉલાળી ગાડી ચલાવી પુરઝડપે નીકળી ગયો હતો કાર ચાલકે જે ખુરશીઓ ઉલાળી તેની નજીક જ અન્ય ખુરશીઓમાં લોકો બેસેલ હતા સદનસીબે જે ખુરશીઓને ઠોકર મારી તેમાં કોઈ બેસેલ ના હોવાથી કોઈ જાનહાની કે ઈજા થઇ નથી
જે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ છે એટલું જ નહિ આ બેફામ ચલાવતા કાર ચાલકે આગળ જતા એક અન્ય કારને પણ ટક્કર મારી હતી રાત્રીનો સમય હોવાથી કાર રોડ પર ઉભી હતી જેની સાઈડમાંથી કાઢવા જતા એ કારને પણ ટક્કર મારી હતી જે સ્કોર્પીઓ કાર પાછળ એક ત્રિપલ સવારી બાઈક પણ સીસીટીવી કેમેરામાં જોવા મળે છે તે બાઈક વાળા કારની સાથે હતા કે કાર પાછળ પડ્યા હતા તે તપાસ બાદ સ્પષ્ટ થશે
જોકે આ ઘટનાએ ફરીથી પોલીસની કામગીરી સામે સવાલો ઉભા કર્યા છે જે ગરબી ચોકમાંથી સ્કોર્પીઓ ચાલક પુરઝડપે નીકળ્યો ત્યાં એક પોલીસ જવાન પણ તૈનાત હતા ગરબીમાં સુરક્ષા કારણોસર પોલીસનો બંદોબસ્ત આપવામાં આવે છે અને પોલીસની હાજરી છતાં આવારા તત્વોને પોલીસનો ખોફ રહ્યો ના હોય તેમ બેફામ ગાડી ચલાવી લોકોના જીવ જોખમમાં મૂકી રહ્યા છે ત્યારે કાયદાના રક્ષકોએ આવા તત્વોને કાયદાનું ભાન કરાવી લોકોને ભયમુક્ત વાતાવરણ પૂરું પાડવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે

