માળિયા નેશનલ હાઈવે પર ટ્રકની ઠોકરે બાઈક ચાલક યુવાન ઈજાગ્રસ્ત



માળિયા નેશનલ હાઈવે પરથી યુવાન બાઈક લઈને જતો હતો ત્યારે ટ્રક ચાલકે બાઈકને ટક્કર મારી હતી જે અકસ્માતમાં યુવાનને પગમાં તેમજ કાંડાના ભાગે ગંભીર ઈજા અને શરીરે સામાન્ય ઈજા કરી હતી
વાંકાનેરના દિઘલીયા ગામે રહેતા અને ડ્રાઈવિંગનું કામ કરતા અરમાન ગફાર પુઢરા (ઉ.વ.૨૭) નામના યુવાને ટ્રક જીજે ૩૬ વી ૬૧૮૫ ના ચાલક ભરત કોળી રહે બગસરા તા માળિયા (મી.) વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે યુવાન પોતાનું બાઈક જીજે ૩૬ એઈ ૩૭૦૧ લઈને માળિયા નેશનલ હાઇવે પર વિશાલા હોટેલ પાસેથી જતો હતો ત્યારે ટ્રક ચાલકે પુરઝડપે ચલાવી એકદમ વણાંક લેતા અરમાનનું બાઈક સાથે ભટકાડી યુવાનને પગમાં અને કાંડાના ભાગે ઈજા કરી હતી માળિયા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે