કલિયુગમાં માવતર પણ કમાવતર થાય : હળવદના ચંદ્રગઢ ગામે પિતાએ માથામાં કોસ ઝીકી દીકરાની હત્યા કર્યાનું ખુલ્યું

 

હળવદ તાલુકાના ચંદ્રગઢ ગામની વાડીમાંથી યુવાનનો મૃતદેહ મળી આવતા હળવદ પોલીસે હત્યાની ફરીયાદ નોંધી તપાસ ચલાવી હતી અને સઘન તપાસ ચલાવતા હત્યા કરનાર આરોપી પિતાને ઝડપી લઈને હત્યાના ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે

હળવદ પોલીસ મથકમાં ગત તા. ૧૩ ના રોજ હત્યાની ફરિયાદ નોંધાઈ હતી કે ફરિયાદી શામજીભાઈ કરશનભાઈ જાદવ (ઉ.વ.૪૬) ના ભત્રીજા અનીલ રામજીભાઈ જાદવ (ઉ.વ.૨૭) વાળાને તા. ૧૨ ના રાત્રીના સવા નવ વાગ્યા પહેલા કોઈપણ અજાણ્યા ઇસમેં બોથડ પદાર્થ વડે માથામાં ઘા ઝીકી હત્યા કરી હતી હળવદ પોલીસે હત્યાની ફરિયાદ મામલે તપાસ ચલાવી હતી અને મૃતકના પિતા આરોપી રામજીભાઈ કરશનભાઈ જાદવ (ઉ.વ.૪૯) ને ઝડપી લઈને હત્યામાં વપરાયેલ લોખંડ પરાઈ (કોસ) કબ્જે કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

 

પત્નીના આડા સંબંધ મામલે પિતા-પુત્ર વચ્ચે ઝઘડો, પિતાએ કોસનો ઘા ઝીકી દેતા મોત

હત્યાના આરોપી પિતાની પોલીસે આગવી ઢબે પૂછપરછ કરતા મૃતક અનીલની પત્નીને લગ્ન બહારના આડા સંબંધ હતા જે મામલે પિતાએ અનીલને ઠપકો આપતા પિતા-પુત્ર વચ્ચે બોલાચાલી અને ઝઘડો થયો હતો અને ઝઘડા દરમિયાન આવેશમાં આવી જઈને સગા દીકરાને માથામાં લોખંડ પરાઈ (કોસ) ના જીવલેણ ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધાનું ખુલ્યું છે

 

 

Leave A Reply

Your email address will not be published.