




હળવદના રહેવાસી યુવાનને ઘરે બેઠા આસક પુરા કરી પૈસા કમાવવાની લાલચ આપી બેંક ખાતામાંથી રૂ ૪.૪૯ લાખની રકમ ઓનલાઈન ટ્રાન્સફર કરાવી રકમ પરત નહિ આપી છેતરપીંડી આચર્યાની ફરિયાદ નોંધાવી છે
હળવદ આસોપાલવ સોસાયટીમાં રહેતા જીગ્નેશભાઈ દિનેશભાઈ પટેલ નામના યુવાને ટેલીગ્રામ એપ્લીકેશનમાં અલગ અલગ આઈડી વાળા ઈસમો અને યુપીઆઈ બેંક ખાતા ધારકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૧૯-૧૦ થી ૨૭-૧૦ દરમિયાન આરોપીઓએ ગુનાહિત કાવતરું રચી અલગ અલગ ત્રેલીગ્રામ આઈડી બનાવી ફરિયાદીને ઘરે બેઠા ટાસ્ક પુરા કરી પૈસા કમાવવાની લાલચ આપી અલગ અલગ યુપીઆઈ આઈડી અને બેંક ખાતામાંથી ફરિયાદી પાસેથી રૂ ૪,૪૯,૫૪૯ ઓનલાઈન ટ્રાન્સફર કરાવડાવી રકમ પરત નહિ આપી છેતરપીંડી આચરી હતી હળવદ પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે
