




મહેન્દ્રનગર ચોકડી નજીક પગપાળા રોડ ક્રોસ કરતા પરપ્રાંતીય યુવાનને ટ્રક ચાલકે ઠોકર મારી હતી જે અકમ્સતમાં શરીરે અને પગમાં ગભીર ઈજા પહોંચતા યુવાનનું મોત થયું હતું બી ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે
મૂળ રાજસ્થાનના વતની રણમલભાઈ પાલારામભાઈ પવાર (ઉ.વ.૩૦) નામના યુવાને ટ્રક જીજે ૩૬ ટી ૮૦૯૯ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીના ભાઈ કનહૈયાભાઈ પાલારામભાઈ પવાર (ઉ.વ.૩૨) વાળા ગત તા. ૧૭ ના રોજ સાંજના સાડા ચારેક વાગ્યે મહેન્દ્રનાગા ચોકડી પાસે રોડ ક્રોસ કરતો હતો ત્યારે ટ્રક ચાલકે પુરઝડપે ટ્રક ચલાવી ઠોકર મારી હતી અકસ્માતમાં ફરિયાદીના ભાઈ કનહૈયાભાઈ પવારને શરીરે જમણા હાથે અને પગમાં ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું સીટી બી ડીવીઝન પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે
