હળવદના ખેડૂતના બેંક ખાતામાં રકમ જમા થયાનો બનાવટી મેસેજ મોકલી રૂ ૭૮ હજારની ચીટીંગ 

 

હળવદના રણમલપુર ગામના ખેડૂતને ખોટી ઓળખ આપી હોસ્પિટલ કામ માટે પૈસા મોકલવાનો વિશ્વાસ અપાવી બેંકમાં રકમ જમા થયાનો બનાવટી મેસેજ મોકલી રૂ ૭૮ હજારની રકમ ઓનલાઈન ટ્રાન્સફર કરાવી ચીટીંગ કર્યાની ફરિયાદ નોંધાવી છે

 

હળવદ તાલુકાના રણમલપુર ગામના દલસુખભાઈ બાબુભાઈ પારેજીયા (ઉ.વ.૫૮) વાળાએ ત્રણ મોબાઈલ નંબર ધારકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૨૫-૧૦ ના રોજ આરોપીએ મોબાઈલમાં ફોન કરી ફરિયાદીને તેના દાડમના બગીચાના કન્સલ્ટન્ટ મહેન્દ્રભાઈ બોરસે તરીકે ખોટી ઓળખ આપી હોસ્પીટલના કામ માટે પૈસા મોકલવાનો વિશ્વાસ અપાવી અજાણ્યા મોબાઈલ નંબર પરથી ફરિયાદીના મોબાઈલ પર રૂ ૭૮,૫૦૦ જમા થયાનો બેંકનો આવે તેવો બનાવટી બેંક ટેક્સ્ટ મેસેજ મોકલ્યો હતો અને ત્રીજા મોબાઈલ નંબર વાળાએ વાસુદેવભાઈ પારેજીયાના વોટ્સએપ નંબર પર સ્કેનર મોકલી બેંક ખાતામાંથી બે અલગ અલગ ટ્રાન્ઝેકશનમાં રૂ ૪૦,૦૦૦ અને રૂ ૩૮,૦૦૦ એમ કુલ રૂ ૭૮ હજાર ઓનલાઈન ટ્રાન્સફર કરવી વિશ્વાસઘાત અને છેતરપીંડી આચરી હતી

 

Leave A Reply

Your email address will not be published.