

જાંબુડિયા નજીક આવેલ સિરામિક કારખાનામાં યુવાન કામ કરતો હતો ત્યારે લોડર ચાલકે બેદરકારીથી વાહન ચલાવી ૨૦ વર્ષીય યુવાનને હડફેટે લેતા ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું
મધ્યપ્રદેશના વતની પાનસિંહ ગણેશભાઈ ભીલે લોડર જીજે ૩૬ એસ ૩૦૨૬ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૦૫ ના રોજ જાંબુડિયા ગામની સીમમાં ક્લેરોક કારખાનામાં ફરિયાદીનો દીકરો નારાયણસિંહ (ઉ.વ.૨૦) વાળો માટીખાતામાં કામ કરતો હતો ત્યારે લોડર ચાલકે વાહન બેદરકારીથી ચલાવી ફરિયાદીના દીકરા નારાયણસિંહને હડફેટે લીધો હતો અકસ્માતમાં ફરિયાદીના દીકરાને માથાના ભાગે અને પેટના ભાગે ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે