


મકનસર ગામે ખુલ્લા પ્લોટમાં જાહેરમાં જુગાર રમતા છ ઇસમોને ઝડપી લઈને પોલીસે રોકડ રૂ ૧૧,૧૫૦ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન મકનસર ગામે બહુચર પાનની પાછળ ખુલ્લા પ્લોટમાં જુગારની બાતમી મળતા ટીમે રેડ કરી હતી જાહેરમાં જુગાર રમતા ધીરૂ ભવાનભાઈ થરેસા, મહેશ ધીરૂભાઈ દેગામાં, જીતેન્દ્ર ઉર્ફે જીતેન નરસીભાઈ થરેસા, ચેતન ચંદુલાલ ઘાટલીયા, જયંતી પરષોતમભાઈ ઝંઝવાડિયા અને વિજય જગમલભાઈ થરેસા રહે બધા મકનસર તા. મોરબી વાળાને ઝડપી લઈને રૂ ૧૧,૧૫૦ જપ્ત કરી જુગાર ધારા મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે