

હળવદના ભવાનીનગર ઢોરો વિસ્તારમાં બોલાચાલી બાબતે ફરિયાદી સમજાવવા જતા બે ઇસમોએ પાઈપ અને ધોકા વડે યુવાનને કપાળે મારી ઈજા કરી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી

હળવદ ભવાનીનગર ઢોરો પાસે રહેતા રાકેશભાઈ ધનજીભાઈ ધામેચા (ઉ.વ.૩૮) વાળાએ આરોપીઓ મેહુલ ઉર્ફે મેહલો દિનેશ કોળી અને દિનેશ કોળી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે આરોપી મેહુલ અને સાહેદ વચ્ચે બોલાચાલી થઇ હતી જેથી ફરિયાદી સમજાવવા જતા તેનું મનદુઃખ રાખી આરોપીઓએ ફરિયાદીના ઘર પાસે આવી બોલાચાલી કરી હતી બંને ઇસમોએ પાઈપ વડે ફરિયાદીને માથે કપાળે મારતા લોહી નીકળવા લાગ્યું હતું અને લાકડાના ધોકા લઈને આવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી હળવદ પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે