


હળવદ શહેર ભાજપ સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે યુવા ઉદ્યોગપતિ અને ભાજપના સક્રિય કાર્યકર યશ નિતિનભાઈ પટેલની હળવદ શહેર ભાજપ પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે. પક્ષ દ્વારા તેમના સંગઠન પ્રત્યેના સમર્પણ, કાર્યકુશળતા અને સક્રિય સેવાઓને ધ્યાનમાં રાખી આ મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવતા કાર્યકરોમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.
માત્ર 31 વર્ષની વયે ઉદ્યોગ ક્ષેત્રે આગવી ઓળખ ધરાવતા યશ પટેલ ડીવાઈન કંપનીના મેનેજિંગ ડિરેક્ટર તરીકે કાર્યરત છે. તેઓ લાંબા સમયથી ભાજપની વિવિધ પ્રવૃત્તિઓ, કાર્યક્રમો અને સંગઠનાત્મક કામગીરીમાં સક્રિય રીતે જોડાયેલા રહ્યા છે. નવનિયુક્ત પ્રમુખ તરીકે યશ પટેલે જણાવ્યું હતું કે, પક્ષના નાના-મોટા તમામ કાર્યકરોને સાથે રાખી સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે સતત મહેનત કરશે અને હળવદ શહેર ભાજપને નવી ઊંચાઈઓ સુધી પહોંચાડવા પ્રયાસ કરશે.
યશ પટેલની વરણીને લઈને શહેર ભાજપ સંગઠનમાં નવી ઊર્જાનો સંચાર થયો છે. પાટીદાર સમાજ, રાજકીય તથા સામાજિક આગેવાનો સહિત વિવિધ વર્ગના લોકોએ તેમને શુભેચ્છાઓ પાઠવી તેમની સફળ કાર્યકાળની કામના વ્યક્ત કરી છે.
મયુર રાવલ હળવદ