હળવદના કવાડિયા નજીક પગ લપસતા માથું પથ્થર સાથે અથડાતા વૃદ્ધનું મોત

 

કવાડિયા ગામની સીમમાં ૬૦ વર્ષીય વૃદ્ધ ચાલીને વાડીએ જતા હતા ત્યારે પગ લપસી જતા માથું પથ્થર સાથે અથડાતા માથામાં ગંભીર ઈજા પહોંચતા વૃદ્ધનું મોત થયું હતું

 

મૂળ છોટા ઉદેપુરના વતની હાલ ધ્રાંગધ્રા તાલુકાના સોલડી ગામની સીમમાં રહેતા શંકરભાઈ ગુલજીયાભાઈ ધાણેક (ઉ.વ.૬૦) નામના વૃદ્ધ પુત્રએ કવાડિયા ગામની સીમમાં મજુરી પેટે રાખેલ વાડીએ ચાલીને જતા હતા ત્યારે કવાડિયા ગામની સીમમાં ચાલતા ચાલતા પગ લપસી જતા પડી જતા પથ્થર સાથે માથું અથડાતા ડાબા કાને, કાન પાછળ માથામાં ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું હળવદ પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે

 

Leave A Reply

Your email address will not be published.