મોરબીની રાજનગર સોસાયટીમાં લો વોલ્ટેજથી ત્રાહિમામ મહિલાઓ પીજીવીસીએલ કચેરી પહોંચી

મહિલાઓએ યોગ્ય કામગીરી કરવા ઉગ્ર રજૂઆત કરી, ગરમીથી પરેશાન મહિલાઓમાં આક્રોશ

 

રાજનગર સોસાયટીમાં લો વોલ્ટેજ સમસ્યાથી રહીશો ત્રાહિમામ પોકારી ગયા છે બે વર્ષથી ટીસી બદલવાની માંગ કરવા અને ૬૦૦૦ થી ૮૦૦૦ જેટલા બીલ ભરવા છતાં પુરતો પાવર નહિ મળતા મહિલાઓ રોષે ભરાઈ હતી અને આજે પીજીવીસીએલ કચેરી પહોંચી મહિલાઓએ આક્રોશભેર રજૂઆત કરી હતી

મોરબીના રાજનગર વિસ્તારની મહિલાઓ પીજીવીસીએલ કચેરી પહોંચી હતી અને આક્રોશભેર રજૂઆત કરી હતી જેમાં જણાવ્યું હતું કે વિસ્તારમાં પાવર ડીમ આવે છે અને રાત્રે લો વોલ્ટેજને પગલે એસી પણ ચાલુ થઇ સકતા નથી રહીશો મસમોટું વીજબીલ ભરે છે છતાં પુરતો પાવર મળતો નથી ટીસી બદલવા માટે ૨ વર્ષ પહેલા અરજી કરી છે અને નિયમ મુજબ પૈસા ભરી દીધા છતાં માણસો નથી તેવા બહાના કાઢી પરેશાન કરવામાં આવી રહ્યા છે

જે સમસ્યા અંગે શહેર પેટા વિભાગીય કચેરીના જુનિયર એન્જીનીયર કે કે દેત્રોજાએ જણાવ્યું હતું કે ગત વર્ષે પ્રશ્ન સામે આવતા નવું ટીસી ઉભું કરવા બે વખત માણસો મોકલ્યા હતા પરંતુ સોસાયટીના આંતરિક પ્રશ્નને કારણે સાર્વજનિક પ્લોટમાં ટીસી મુકવાની ના પાડતા કામગીરી થઇ સકી ના હતી અને લોડ વધારાની નવી અરજી ૧૦ દિવસ પહેલા આવી છે જેના માટે કોન્ટ્રાકટરને કામગીરી સોપવામાં આવી છે પરંતુ લેબર ના હોવાથી વિલંભ થયો છે આમ બહાના બનાવવામાં મહેર સરકારી બાબુએ કારણો રજુ કરી દીધા હતા અને પૂરતા વીજબીલ ભરવા છતાં વીજ પુરવઠો મળતો નથી પરંતુ જો એ ગ્રાહક વીજબીલ ભરી ના સકે તો લાઈન કાપવા માટે ક્યારેય માણસોની તંગી જોવા મળતી નથી તે પણ હકીકત છે

અનેક વિસ્તારમાં વીજ ધાંધિયા, કમ્પ્લેન નંબરમાં ફોન લાગતા નથી

માત્ર રાજનગર સોસાયટી જ નહિ મોરબી શહેરના સાવસર પ્લોટ સહિતના અનેક વિસ્તારમાં સપ્તાહમાં ૩-૩ વખત લાઈટ જતી રહે છે કોઈને કોઈ ફોલ્ટ સર્જાય છે અને આકરી ગરમીમાં કલાકોનો વીજકાપ સહન કરવો પડે છે એટલું જ નહિ કમ્પ્લેન નંબર તંત્રએ આપ્યા છે પરંતુ ક્યારેય ફોન લાગતો ના હોવાની ફરિયાદો ઉઠતી રહે છે રીસીવર બાજુમાં મૂકી દેતા હોય તેવી ફરિયાદો પણ નાગરિકો કરતા રહે છે જોકે આ મામલે ક્યારેય એસી કચેરીમાં બેસતા અધિકારીઓએ ગંભીરતાથી લીધી નથી અને લાલીયાવાડી ચાલી રહી છે જેથી ગ્રાહકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે

 

Leave A Reply

Your email address will not be published.