


નગર દરવાજા ચોકમાં ઇકો કાર ચાલકે શાકભાજી વેચવા આવેલ મહિલાને હડફેટે લીધા હતા ઇકો કાર અને રેકડી વચ્ચે દબાઈ જતા મહિલાનું મોત થયું હતું બનાવ મામલે પોલીસે ઇકો કારના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે
મોરબીના ઇન્દિરાનગરમાં રહેતા કાંતિભાઈ રતાભાઈ બારૈયા (ઉ.વ.૪૯) વાળાએ ઇકો જીજે ૩૬ એએલ ૧૦૩૬ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૧૭ ના રોજ સવારના ૬ : ૩૦ વાગ્યાના અરસામાં ફરિયાદીના પત્ની લાભુબેન બારૈયા (ઉ.વ.૪૦) વાળા રૂટીન મુજબ નગર દરવાજા ચોકમાં વહેલી સવારે ભરાતી શાકભાજી માર્કેટમાં શાકભાજી વેચવા આવ્યા હતા અને ઇકો કારના ચાલકે લાભુબેનને હડફેટે લીધા હતા
જેથી લાભુબેન રેકડી અને ઇકો વચ્ચે દબાઈ જતા ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું અકસ્માત સર્જી ઇકો કારનો ચાલક વાહન સ્થળ પર મૂકી નાસી ગયો હતો મોરબી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે