ચોમાસામાં રોગોથી બચવા શું કરવું ?, સ્કીન સ્પેસ્યાલીસ્ટ જયેશ સનારીયાએ શું કહે છે….

 

મોરબી જીલ્લામાં મેઘરાજાએ પોતાની અવિરત મહેર વરસાવી છે ત્યારે ચોમાસાની ઋતુમાં રોગચાળો વધવાનો ભય ફેલાયેલો રહે છે.વરસાદના કારણે વાયરસ, બેક્ટેરિયા, ફંગસ જેવા સુક્ષમ જીવો મોટા પ્રમાણમાં વૃધ્ધિ પામતા હોય છે જેના કારણે શરદી, ઉઘરસ, કાકડામાં સોજો, ઇન્ફેકશન, અસ્થમા, શ્વાસ, જેવા રોગો થાય છે.

તેમજ ચોમાસામાં સ્વચ્છતાનો સૌથી મોટો પ્રશ્ન ઉદભવે છે ત્યારે મોરબી ન્યુઝ ટીમે મોરબીના ચામડી, ગુપ્ત અને કોસ્મેટોલોજીના નિષ્ણાત ડો. જયેશ સનારીયાની મુલાકાત લેતા તેમણે ચોમાસામાં થતા રોગો, તેના લક્ષણો અને રોગ મુક્ત થવાના ઉપાયો જણાવ્યા હતા.

ચોમાસામાં થતા રોગો અને તેના લક્ષણો

ન્યુમોનિયા, ભરણી, સ્વસ્થમાં : શરદી, ઉધરસ, ઠંડી લાગવી, શ્વાસ લેવામાં તકલીફ પડવી, કણસવું વગેરે.

મરડો-ઝાડા : પેટમાં દુખાવો, ઉબકા, ઉલટી, ચીકાશવાળો મળ થવો, સંડાસમાંથી લોહી પડવું,

મેલેરિયા, ડેન્ગ્યું : માથાનો દુખાવો, ઉલટી, ઉબકા, ટાઢીયો તાવ, કળતર, શરીરમાં દુખાવો, આંખો દુખવી, ચામડી પર લાલ ચાંભા પાડવા વગેરે.

કમળો : પેશાબ પીળો, ઉલટી, ઉબકા, ભુખ ન લાગવી (અરુચિ), પેટમાં દુખાવો, તાવ વગેરે.

ટાઈફોઈડ : સતત તાવ, પેટમાં દુખાવો, ઉલટી, અરુચીં, મો કડવું થઇ જવું.

દાદર : ચામડી પર લાલ રંગના ચકરડા થવા, ઉપર ફોતરી પડવી, ખજવાળ-બળતરા થવી.

કૃમિ : મળ માર્ગમાં ખંજવાળ, ઝાડમાં જીવાત દેખાવી, લોહીના ટકા ઓછા થઇ જવા, મોઢા પર ઓછા સફેદ ડાધા થવા.

ગુમડા (ફટકિયા) : ચામડી પર રસીવાળી ફોડકી થવી, પાણી ભરેલી ફોડકી થવી.

 

રોગ મુક્ત થવાના ઉપાયો

(૧) ચોમાસાની ઋતુમાં ખાણી-પીણી, વ્યક્તિગત ચોખ્ખાઈ અને પાણીની શુધ્ધતા પર ધ્યાન રાખવામાં આવે તો ઘણા રોગોથી બચી શકાય છે, સૌ પ્રથમ તો ઘરમાં પૂરતા પ્રમાણમાં હવા-ઉજાસ આવે તેની કાળજી રાખવી જોઈએ.સવારે ઉઠીને ગરમ પાણીની કોગળા કરવા, હળદરવાળું દૂધ અથવા તો ગરમ પ્રવાહી લેવું, પાણીને શુદ્ધ અને સહેદ રંગના ઘરના કપડા વડે ગાળવું.આ કપડાનો ઉપયોગ અન્ય કામો માટે ન થવો જોઈએ.શક્ય હોય ત્યાં સુધી ઉકાળેલું જ પાણી પીવું.

(૨) મચ્છરથી થતા રોગોને અટકાવવા ઘરમાં પાણી ભરેલો વાસણો, ટાંકી વગેરેને વ્યવસ્થિત ઢાંકવા, બિનજરૂરી પાણી ક્યાય જમા ન થવું જોઈએ. જંતુનાશક દવાનો ઉપયોગ કરવો. ગામડામાં ઘેર ઉકરડો કરવો નહિ. શક્ય હોય તો ઢોરને ધેર ન બાંધતા વાડામાં બાંધવા, મચ્છરદાનીનો ઉપયોગ કરવો. આખી બાયના કપડા પહેરવા.

(૩) ખુલ્લામાં પડી રહી હોય તેવી બહારની વસ્તુઓ, વાસી ખોરાક, આથાવાળી રસોઈ વગેરે લેવું નહિ. બહારના ઠંડા પીણા, પેપ્સી વગેરે પીવા નહિ. મોઢે માસ્ક કે રૂમાલ બાંધી રાખવા.

(૪) દર્દીના કપડા, ટુવાલ, સાબુ વગેરે અલગ રાખવાથી ચામડાના રોગો ફેલાતા અટકાવી શકાય છે.

Comments
Loading...
WhatsApp chat