

મોરબી રાજકોટ હાઇવે પર આજે વધુ એક અકસ્માત સર્જાયો હતો જેમાં ટ્રક સાથે ઇકો કાર અથડાયા બાદ ઇકો કાર સળગી ઉઠી હતી અને ઇકોમાં સવાર ઇકોના ચાલક સહિત છ લોકો બળીને ભડથું થાય હતા
બનાવની મળતી માહિતી મુજબ મોરબી રાજકોટ હાઇવે પરના છતર નજીક ઇકો કાર ટ્રક સાથે અથડાઈ હતી અને સીએનજી ઇકોમાં આગ ફાટી નીકળી હતી જે ઇકોમાં જેટલા લોકો સવાર હતા અને સળગતી કારમાંથી લોકોને બહાર કાઢવા હાઇવે પરની ગાડીઓ થંભી હતી જોકે ઇકોમાં સવાર લોકોને બહાર કઢાય તે પૂર્વ જ ઇકો કાર ચાલક સહિત છ લોકોના મોત નિપજ્યા હતા પાર્ક કરેલા ટ્રક પાછળ ઇકો અથડાઈ હતી અને બાદમાં આગ લાગી હતી તો ફરીવાર મોરબી રાજકોટ હાઇવે રાકતરંજીત બન્યો છે અને છ લોકોના ભોગ લેવાતા સમગ્ર પંથકમાં ગમગીની વ્યાપી છે

