છતર નજીક અકસ્માતમાં એક જ પરિવારના આઠ સભ્યોનો ભોગ લેવાયો

ગમખ્વાર અકસ્માતથી હાહાકાર મચી ગયો

મોરબી રાજકોટ હાઇવે પર ગત રાત્રીના સમયે ઇકો કાર ટ્રક સાથે અથડાયા બાદ ઇકો કાર સળગી ઉઠતા છ લોકો બળીને ભડથું થયું હતું જ્યારે અન્ય બેને રાજકોટ ખસેડવામાં આવેલ જ્યાં તેનું મોત થતા કુલ મૃત્યુ આંક આઠ પર પહોંચ્યો છે

બનાવની મળતી માહિતી મુજબ મોરબી રાજકોટ હાઇવે પરના છતર નજીક ઇકો કાર ટ્રક સાથે અથડાઈ હતી અને સીએનજી ઇકોમાં આગ ફાટી નીકળી હતી અને ઇકો કારમાં સવાર લોકોને બચાવી શકાય તે પૂર્વ જ છ લોકો જીવતા સળગી જતા મોત થયા હતા જ્યારે અન્ય બેને રાજકોટ સારવાર માટે ખસેડવામાં આવેલ પરંતુ સારવાર કારગત નીવડે તે પહેલા વધુ બેન મોતથી મૃત્યુ આંક 8 સૂધી પહોંચ્યો છે પરિવાર કચ્છના લાકડીયા તરફથી રાજકોટ પરત ફરતી વેળાએ અકસ્માત સર્જાયો હતો જેમાં બે મહિલા સહિત આઠ લોકોના કમકમાટીભર્યા મોત થયા છે

મૃતકના નામોની યાદી

1)ભાવનાબેન તલાડીયા
2) રાજેશભાઇ તલાડીયા
3 બળદેવ તલાડીયા
4) સાગરભાઈ તલાડીયા
5) રમેશભાઈ તલાડીયા
6) મુકેશભાઈ ઠાકરશી તલાડીયા
7) મીનાબેન તલાડીયા
8) મહેશ તલાડીયા

રાપરના લાકડીયા ગામથી રાજકોટ આવતા હતા ત્યારે અકસ્માત સર્જાયો

Comments
Loading...
WhatsApp chat