



રાતાવીરડા નજીક કામ કરતા યુવાનને ભૂખ લાગી હતી અને ભાભી કેન્ટીનમાંથી જમવાનું લાવવાનું ભૂલી જતા લાગી આવતા રૂમ બંધ કરી પોતાની જાતે ગળેફાંસો ખાઈ લેતા યુવાનનું મોત થયું હતું
મૂળ ઓરિસ્સાના વતની હાલ વાંકાનેરના રાતાવીરડા નજીક કલર ગ્રેનાઈટો સિરામિકમાં રહીને કામ કરતા સાનિયાસિંઘ મદનસિંઘ (ઉ.વ.૨૧) નામના યુવાન નાઈટ ડ્યુટી કરી રૂમે આવ્યા હતા અને ભૂખ લાગી હોય અને તેની સાથે રહેતી ભાભી સુનીબેન કેન્ટીનમાંથી જમવાનું લાવવાનું ભૂલી ગઈ હતી જેથી મનમાં ખોટું લાગી જતા રિસાઈ ગયા હતા અને પોતાનો રૂમ બંધ કરી જાતે ગળેફાંસો ખાઈ લેતા મોત થયું હતું વાંકાનેર તાલુકા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે