માળિયાના ઘાટીલા ગામની સીમમાં ઝેરી દવા પી લેતા યુવતીનું મોત



ઘાટીલા ગામની સીમમાં વાડીમાં ૨૫ વર્ષીય યુવતી ઝેરી દવા પી લેતા સારવાર માટે ખસેડાઈ હતી જ્યાં સારવાર દરમિયાન મોત થયું હતું માળિયા પોલીસે બનાવ મામલે તપાસ હાથ ધરી છે
માળિયા (મી.) ઘાટીલા ગામની સીમમાં વાડીએ રહીને મજુરી કરતા ભાવનાબેન ડેરસિંગ ધાનકા (ઉ.વ.૨૫) નામની યુવતી ગત તા. ૨૬ ના રોજ સાંજે કોઈ કારણોસર વાડીએ ઝેરી દવા પી લેતા સારવાર માટે જેતપર મચ્છુ ખસેડાઈ હતી અન ચાલુ સારવાર દરમિયાન યુવતીનું મોત થયું હતું માળિયા પોલીસે બનાવ મામલે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે