


ટંકારામાં મારી બહેન રીસામણે અવારનવાર કેમ આવે છે કહીને સાળાએ ફોન કરીને બનેવીને બેફામ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી તેમજ રોડ પર ભેગા થતા છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી ટંકારા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે
ટંકારાના ઘુનડા (સ) ગામે રહેતા મોમૈયાભાઈ નારણભાઈ ખટાણા (ઉ.વ.૨૧) વાળાએ આરોપી બુટેશભાઈ ધનજીભાઈ ટમારીયા રહે શનાળા ગામ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ફરિયાદી મોમૈયાભાઈના પત્નીને ઘર ચલાવવા બાબતે ઝઘડો થતા રીસામણે પિયર જતી રહી છે જે બાબતે આરોપી સાળા બુટેશ ફોન કરીને કેમ મારી બહેન રીસામણે અવારનવાર આવે છે કહીને ગાળો આપીને તું મને ગમે ત્યાં ભેગો થઈશ ત્યારે હું તને મારી નાખીશ તેવી ધમકી આપી હતી અને બાદમાં બ્લેક કલરની કાર લઈને ફરિયાદીના ઘુનડા (સ) ગામના રસ્તા પાસે આવી છરી બતાવીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી ટંકારા પોલીસે ફરિયાદ નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે