આંતરજીલ્લા પ્રોહીબીશનના ૬ ગુનામાં એકાદ વર્ષથી નાસતો ફરતો બુટલેગર ઝડપાયો

            મોરબી એલસીબી/પેરોલ ફર્લો સ્કવોડ ટીમે આંતર જીલ્લા પ્રોહીબીશનના ૬ જેટલા ગુનામાં એક વર્ષથી નાસતા ફરતા રીઢા પ્રોહી બુટલેગરને ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

 

            મોરબી એલસીબી/પેરોલ ફર્લો સ્કવોડ ટીમ નાસતા ફરતા અને પેરોલ જંપ આરોપીઓને ઝડપી લેવા પેટ્રોલિંગમાં હોય દરમિયાન માળિયા પોલીસ મથકમાં પ્રોહીબીશન ગુનામાં નવેક માસથી નાસતો ફરતો આરોપી વિજય જયંતીભાઈ અઘારા રહે જુના દેવળિયા તા. હળવદ વાળો હાલ તેના મકાન ખાતે હોવાની બાતમી મળતા રહેણાંક મકાનેથી ઝડપી લઈને એલસીબી કચેરી લાવી અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે જે આરોપી માળિયા ઉપરાંત વાંકાનેર સીટી, હળવદ તેમજ સુરેન્દ્રનગર જીલ્લા, દાહોદ જીલ્લા અને વાવ થરાદ જીલ્લામાં પ્રોહીબીશન ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુક્યો છે

 

Leave A Reply

Your email address will not be published.