વાંકાનેર : એકટીવામાં નીકળેલા બે ઇસમોએ ટ્રાફિક પોલીસની ફરજમાં રૂકાવટ કરી, મારી નાખવાની ધમકી

 

મોરબી જીલ્લામાં પોલીસની ધાક ઓસરી ગઈ હોય તેમ ગુનાખોરી વધી રહી છે ચોરીના બનાવો સામાન્ય બની ગયા છે તો હવે અસામાજિક તત્વો પોલીસને પણ ધાક ધમકી આપતા ડરતા નથી વાંકાનેર શહેરમાં એકટીવા સવાર બે ઇસમોએ ટ્રાફિક પોલીસની ફરજમાં રૂકાવટ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી સીટી પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે

 

વાંકાનેર સીટી પોલીસમાં ફરજ બજાવતા રમેશભાઈ માલાભાઈ રબારીએ આરોપી એકટીવા જીજે ૨૩ ઈએલનો ચાલક અને સતુભા ઝાલા રહે બંને વાંકાનેર વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૦૫ ના સાંજના ફરિયાદી જીનપરા જકાતનાકા રોડ પર પોતાની ટ્રાફિક ફરજમાં હતા ત્યારે આરોપીઓને એકટીવા રોંગ સાઈડમાં નહિ જવાનું કહેતા એકટીવા ચાલક અને પાછળ બેસેલ સતુભા ઝાલા બંને ઉશ્કેરાઈ જઈને પોલીસ ચોકી પાસે આવી ફરિયાદી રમેશભાઈ રબારીની કાયદેસર ફરજમાં રુકાવટ કરી તેમજ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી વાંકાનેર સીટી પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે

 

Leave A Reply

Your email address will not be published.