માળિયામાં નિવૃત્તિ લાભો આપવા નર્સ પાસે લાંચ માંગનાર હેડ ક્લાર્કને પાંચ વર્ષની સજા

 

માળિયા સીએચસી કેન્દ્રમાં નિવૃત્તિ બાદ નર્સને મળતા વિવિધ હકો અંગેના બીલ મંજુર કરાવવા માટે રૂ ૧૫ હજાર આપ્યા છતાં વધુ પાંચ હજારની માંગણી કરતા એસીબીમાં ફરિયાદ કરી હતી અને છટકું ગોઠવી લાંચ માંગનાર હેડ ક્લાર્કને ઝડપી લવામાં આવ્યો હતો જે કેસ કોર્ટમાં ચાલી જતા કોર્ટે આરોપીને કસુરવાન ઠેરવી પાંચ વર્ષની સજા ફટકારી છે

 

જે કેસની પ્રાપ્ત વિગતો મુજબ ફરિયાદી હેમલતાબેન નારણભાઈ શેટ્ટી અગાઉ સીએચસી કેન્દ્ર માળિયા (મી.) ખાતે નર્સ તરીકે ફરજ બજાવતા હતા અને તેઓએ સ્વૈચ્છિક નિવૃત્તિ માંગતા તા. ૩૧-૦૫-૨૦૦૯ ના રોજ નિવૃત થયા હતા નિવૃત્તિ બાદ હક્ક રજા, જી.પી.એફ. વીમા સહિતના બીલો બનાવવા મંજુર કરાવવા આરોપી પ્રવીણકુમાર હાજાભાઇ વાજાએ રૂ ૧૫ હજારની લાંચ માંગી હતી જે રકમ ફરિયાદીએ તા. ૨૭-૦૬ અને ૨૯-૦૬ ના રોજ આપી હતી છતાં વધુ પાંચ હજાર લાંચની રકમ માંગી હતી જે રકમ તા. ૦૪-૦૯-૨૦૦૯ ના રોજ માળિયા બસ સ્ટેન્ડે આવી આપી જવા વાયદો કર્યો હતો જે મુજબ લાંચના છટકામાં આરોપીના કહેવાથી આરોપી ૨ લાંચની રકમ સ્વીકારી ઝડપાઈ ગયો હતો અને રાજકોટ એસીબી પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો

 

જે કેસ બીજા એડીશ્નલ સેશન્સ જજ, મોરબી કમલ રસિકલાલ પંડ્યાની કોર્ટમાં ચાલી જતા મદદનીશ સરકારી વકીલ, મોરબી એન ડી કારીઆએ કોર્ટમાં ૮ મૌખિક પુરાવો અને ૪૨ દસ્તાવેજી પુરાવાઓ રજુ કર્યા હતા જેને ધ્યાને લઈને કોર્ટે આરોપી પ્રવીણકુમાર હાજાભાઇ વાજા (ઉ.વ.૫૮) હે. ક્લાર્ક, વર્ગ ૩, સીએચસી કેન્દ્ર માળિયા (મી.) વાળાને કસુરવાન ઠેરવી પાંચ વર્ષની સખ્ત કેદની સજા અને રૂ ૧૦,૦૦૦ દંડ અને દંડની રકમ ભરવામાં નિષ્ફળ જાય તો વધુ એક માસની કેદની સજાનો હુકમ ફરમાવ્યો છે આરોપી જેટલો સમય કાચા કામના કેદી તરીકે જેલમાં રહ્યા હોય તેટલો સમય તેને સજામાં મજરે આપવાનો હુકમ કરવામાં આવ્યો છે

Leave A Reply

Your email address will not be published.