મોરબી તાલુકા પોલીસ મથકમાં પ્રોહીબીશન ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી લીધો

 

મોરબી તાલુકા પોલીસ મથકમાં પ્રોહીબીશન ગુનામાં નાસતા ફરતા આરોપીને એલસીબી/પેરોલ ફર્લો સ્કવોડ ટીમે ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

 

મોરબી એલસીબી/પેરોલ ફર્લો સ્કવોડ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન મોરબી તાલુકા પોલીસ મથકમાં પ્રોહીબીશન ગુનામાં નાસતા ફરતા આરોપી ઇમરાન રાયબ જેડા રહે નવાગામ તા. માળિયા વાળો હાલ મોરબી ધક્કાવાળી મેલડી માતાજી મંદિર પાસે રોડ પર ઉભો હોવાની બાતમી મળતા ટીમે સ્થળ પર રેડ કરી આરોપી ઇમરાન જેડાને ઝડપી લઈને આગળની કાર્યવાહી અર્થે મોરબી તાલુકા પોલીસ મથકને સોપવામાં આવ્યો છે

Leave A Reply

Your email address will not be published.