



મેસરિયા ગામે રહેતા ૩૮ વર્ષના યુવાનને કોઈ ઝેરી જીવ જંતુ કરડી જતા હોસ્પિટલ ખસેડાયો હતો જોકે સારવાર કારગત નીવડે તે પૂર્વે જ યુવાનનું મોત થયું હતું
વાંકાનેર તાલુકાના મેસરિયા ગામના રહેવાસી હૈદરઅલી શ્યામુદીન ચૌધરી (ઉ.વ.૩૮) નામના મુસ્લિમ યુવાન પોતાના ઘરે હોય ત્યરે રાત્રીના બે અઢી વાગ્યા દરમિયાન કોઈ ઝેરી જીવ જંતુ ડાબા કાનના ભાગે કરડી જતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસીને યુવાનને મૃત જાહેર કર્યો હતો વાંકાનેર તાલુકા પોલીસે બનાવની નોંધ કરી તપાસ હાથ ધરી છે