વાંકાનેર તાલુકા ભાજપ દ્વારા જીલ્લા ભાજપના નવનિયુક્ત હોદેદારોનો સન્માન સમારોહ યોજાયો

વાંકાનેર તાલુકા ભાજપ પરીવાર તથા વાંકાનેર યુવરાજ કેશરીદેવસિંહજી ઝાલા દ્વારા મોરબી જીલ્લા ભાજપના નવ નિયુક્ત ઉપપ્રમુખ ગોરધનભાઈ સરવૈયા, મંત્રી ગોવિંદભાઈ દેસાઈ, મંત્રી રસિકભાઈ વોરા તેમજ રેલ્વે બોર્ડના મેમ્બર સુરેશભાઈ પ્રજાપતિનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો

તાલુકા ભાજપ કાર્યાલય ખાતે આયોજિત સમારોહમાં તાલુકા ભાજપ કાર્યકર્તાઓ, તાલુકા પંચાયત સદસ્ય, સમાજ આગેવાનો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા અને તમામ હોદેદારોએ સાંસદ મોહનભાઈ કુંડારીયા અને જીલ્લા તેમજ પ્રદેશ ભાજપનો આભાર વ્યક્ત કર્યો હતો

Leave A Reply

Your email address will not be published.