


વાંકાનેર તાલુકાના ઢુવા નજીક આવેલ ફેકટરીમાં શુક્રવારે બપોરના સુમારે આગ લાગતા મોરબી, રાજકોટ, હળવદ અને વાંકાનેરની ૭ ફાયર ટીમો દોડી ગઈ હતી અને કલાકો સુધી પાણીનો મારો ચલાવી શુક્રવારે સાંજે આગ પર કાબુ મેળવ્યો હતો અને કૂલિંગ કામગીરી ચાલતી હતી દરમિયાન રો મટીરીયલ્સમાં અંદરથી ફરી ભડકા થતા ફાયર ટીમે પાણીનો મારો ચલાવ્યો હતો અને ૩૦ કલાકથી વધુ સમયની જહેમત બાદ શનિવારે સાંજે આગ પર કાબુ મેળવાયો હતો
ઢુવા નજીક આવેલ EDICON PAPER PRODUCT નામની ફેકટરીમાં શુક્રવારે બપોરે ભીષણ આગ લાગી હતી મોરબી ફાયર ટીમને કોલ મળતા મોરબીથી એક બાદ એક ચાર ફાયર ટીમો દોડી ગઈ હતી તેમજ આગ વધુ વિકરાળ હોવાથી વાંકાનેર અને હળવદથી પણ એક એક ફાયર ટીમ સહીત કુલ છ ટીમોએ આગ પર કાબુ મેળવવા પાણીનો મારો ચલાવ્યો હતો અને વધુ મદદની જરૂરત પડતા રાજકોટથી એક ફાયર ટીમ આવી ગઈ હતી કુલ ૭ ટીમોએ ૬-૭ કલાક સુધી પાણીનો મારો ચલાવ્યા બાદ આગ પર કાબુ મેળવી લેવાયો છે તેવું ફાયર ટીમને લાગ્યું હતું અને કૂલિંગ કામગીરી ચાલી રહી હતી દરમિયાન ફરીથી આગના ભડકા જોવા મળ્યા હતા અને ફાયર ટીમોએ પાણીનો મારો ચાલુ રાખ્યો હતો
આખી રાત કામગીરી ચાલુ રાખવામાં આવી હતી અને શનિવારે સાંજે ૬ વાગ્યાના અરસામાં આશરે ૩૦ કલાક સુધી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવામાં સફળતા મળી હતી જેથી વધારાની ટીમોને રવાના કરવામાં આવી હતી અને હજુ પણ ૩-૪ ટીમો કૂલિંગ કામગીરી કરી રહી હોવાનું ફાયર ઓફિસર જયેશ ડાકીએ જણાવ્યું હતું આગને પગલે કોઈ જાનહાની થવા પામી નથી આગ ક્યાં કારણોસર લાગી તે પણ સ્પષ્ટ થયું નથી તેમજ ફેકટરીમાં નુકશાનીનો આંક પણ હાલ મેળવી શકાયો નથી