મોરબી : ૯.૬૩ લાખના ચેક રીટર્ન કેસમાં દિલ્હીના વેપારીને ડબલ રકમનો દંડ- ૨ વર્ષની સજા


મોરબીમાં ચેક રીટર્ન કેસમાં દિલ્હીના વેપારીને ચેકની રકમનો ડબલ રકમનો દંડ અને દંડની રકમમાંથી ૯ ટકા વ્યાજ સાથે ફરિયાદીને રકમ ચુકવવા આદેશ કર્યો છે તેમજ આરોપીને ૨ વર્ષની સજા ફટકારવામાં આવી છે દંડ ના ભરે તો વધુ ૯૦ દિવસની સજા ફટકારતો હુકમ કરવામાં આવ્યો છે
કેસની પ્રાપ્ત વિગતો મુજબ દિલ્હીના વેપારી શ્રી રામ સેનેટરીના પ્રોપ્રાઈટર રવિ કાંત વાળાએ વર્ષ ૨૦૨૦ માં મેક્સ ગ્રેનાઈટો પ્રા. લી. નેશનલ હાઈવે, જાંબુડિયા તા. મોરબીમાંથી સિરામિક ટાઈલ્સ માલ ખરીદ કર્યો હતો અને માલની લેણી રકમ રૂ ૯,૬૩,૦૧૪ ની લેણી રકમનો ચેક મેક્સ ગ્રેનાઈટો પ્રા. લીને આપ્યો હતો જે ચેક વણ ચુકવ્યે પરત થતા મેક્સ ગ્રેનાઈટો પ્રા. લી. ના ઓથોરાઇઝડ પર્સન ચેતનભાઈ રણછોડભાઈ પટેલે ફરિયાદ દાખલ કરી હતી જે ફરિયાદી છુટા થતા મેક્સ ગ્રેનાઈટોના ઓથોરાઇઝડ પર્સન દર્શક કિશોરભાઈ બારૈયા દ્વારા તેના વકીલ ચંદ્રકાંત ડી પડસુંબીયા મારફત ધ નેગોશીએબલ ઇન્સ્ત્રુંમેન્ટ એક્ટની કલમ ૧૩૮ અન્વયે ફરિયાદ શ્રી મોરબીના મહે. ચીફ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ સાહેબની કોર્ટમાં વર્ષ ૨૦૨૨ માં ફરિયાદ દાખલ કરી હતી
જે કેસ ચાલી જતા આરોપીએ તેના વકીલ રાખી કેસ કોન્ટેસ્ટ કરેલ જે કેસમાં ફરિયાદીના વકીલ ચંદ્રકાંત ડી પડસુંબીયાની ધારદાર રજુઅતો તેમજ રજુ કરેલ પુરાવાને આધરે શ્રી મોરબીના મહે. જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ (એસ.એ.મેમણ મેડમ) એ આરોપીને કસુરવાન ઠરાવી ૨ વર્ષની સાદી કેદની સજા અને ચેકની રકમ રૂ ૯,૬૩,૦૧૪ ની ડબલ રકમ રૂ ૧૯,૨૬,૦૨૮ નો દંડ ફટકાર્યો છે ચેકની ફરિયાદ તારીખથી ૯ ટકાના વ્યાજ સાથે ચૂકવી આપવા અને દંડની રકમ ના ભરે તો વધુ ૯૦ દિવસની સજા કરતો હુકમ ફરમાવ્યો છે
એ કેસમાં ફરિયાદ પક્ષે વકીલ સી ડી પડસુંબીયા તથ મુનીર એ ઘોણીયા રોકાયેલ હતા