17 ઓગસ્ટથી વેરાવળ-સાબરમતી વંદે ભારત એક્સપ્રેસ હવે બદલાયેલા રૂટ પર દોડશે

 

રેલવે વહીવટીતંત્ર દ્વારા લેવાયેલા નિર્ણય મુજબ ટ્રેન નંબર 26901/26902 સાબરમતી–વેરાવળ વંદે ભારત એક્સપ્રેસનું સંચાલન હવે બદલાયેલા રૂટ પર કરવામાં આવશે.

રાજકોટ ડિવિઝનના સીનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનીલ કુમાર મીનાએ જણાવ્યું હતું કે, બદલાયેલા રૂટ પર વંદે ભારત એક્સપ્રેસ વેરાવળથી સાબરમતી અને સાબરમતીથી વેરાવળ વચ્ચે બંને દિશામાં જૂનાગઢ, ઢસા, ધોળા, બોટાદ, ધંધૂકા, ધોળકા અને ગાંધીગ્રામ સ્ટેશનો પર ઊભી રહેશે.

હાલમાં આ ટ્રેન વેરાવળ, જૂનાગઢ, રાજકોટ, વાંકાનેર, સુરેન્દ્રનગર જંકશન, વિરમગામ જંકશન અને સાબરમતી સ્ટેશનો પરથી ચલાવવામાં આવે છે. રૂટમાં ફેરફાર થયા પછી આ ટ્રેન વેરાવળથી હાલના નિર્ધારિત સમય બપોરે 14.45 વાગ્યાના બદલે 15.50 વાગ્યે ઉપડશે અને 21.35 વાગ્યાના બદલે 22.25 વાગ્યે સાબરમતી પહોંચશે. એ જ રીતે પરત મુસાફરીમાં, આ ટ્રેન સાબરમતીથી હાલના નિર્ધારિત સમય સવારે 05.25 વાગ્યાના બદલે 06.00 વાગ્યે ઉપડશે અને 12.25 વાગ્યાના બદલે 12.50 વાગ્યે વેરાવળ પહોંચશે.

ટ્રેનોના સમય, સ્ટોપેજ  અને રેક સંરચના સંબંધિત અદ્યતન માહિતી માટે મુસાફરો www. enquiry. indianrail. gov.in ની મુલાકાત લઈ શકે છે.

Leave A Reply

Your email address will not be published.