મોરબીમાં જિલ્લા પંચાયત-તાલુકા પંચાયતના નવ નિયુક્ત પદાધિકારીઓ અને સભ્યો માટે પ્રભારી મંત્રીની ઉપસ્થિતિમાં જિલ્લાની ક્ષમતા નિર્માણ તાલીમ યોજાઈ

 

જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતના નવ નિયુક્ત પદાધિકારીઓ અને સભ્યો માટે જિલ્લા કક્ષાએ એક દિવસીય ક્ષમતા નિર્માણ (Capacity Building) તાલીમ કાર્યક્રમનું આયોજન પ્રભારી મંત્રી ત્રીકમભાઈ છાંગાના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું હતું. તાલીમનો મુખ્ય હેતુ ચૂંટાયેલા પ્રતિનિધિઓને પંચાયતી રાજ વ્યવસ્થા, તેમની ભૂમિકા, સત્તાઓ, જવાબદારીઓ, વિકાસલક્ષી યોજનાઓના અસરકારક અમલીકરણ તથા સુશાસન અંગે માર્ગદર્શન આપવાનો હતો.

મંત્રીએ જણાવ્યું હતું કે તાલીમ લીધેલ વ્યક્તિને વિકાસની દિશાનો ખ્યાલ હોય છે અને ભવિષ્યમાં આવતા પ્રશ્નોના નિરાકરણ લાવવા માટે  આત્મવિશ્વાસ અને પ્રેરણા મળે છે તમામ ચૂંટાયેલા નવા પ્રતિનિધિઓને પંચાયતધારા વિશે ચર્ચા કરી તેનું વાંચન કરવા માર્ગદર્શન કર્યું હતું, મુખ્યમંત્રી શ્રી ના જણાવ્યા અનુસાર દરેક કામમાં ગુણવત્તા જાળવવા અને તે અંગેની પૂર્ણતા તપાસ તેમજ ગુણવત્તાસભર કાર્ય થાય તે માટે  પ્રતિનિધિઓને  જણાવવામાં આવ્યું હતું પંચાયતના જુદા જુદા વિભાગના અધિકારીઓ પાસે થયેલ તેમજ ચાલુ કામ અંગે અધિકારીઓ પાસેથી કામોની માહિતી મેળવી તેમજ ખેડૂતોને સરકારના વિવિધ યોજના કીય લાભો લેવડાવવા માટે પ્રતિનિધિઓને જણાવવામાં આવ્યું હતું

તમામ પ્રતિનિધિઓને એક ટીમ બનીને મોરબીના વિકાસ અંગેના કાર્ય કરવા માટે જણાવ્યું  હતું તાલીમ દરમિયાન પંચાયતી રાજ વ્યવસ્થાનો પરિચય, જિલ્લા તથા તાલુકા પંચાયતના પદાધિકારીઓની ભૂમિકા, ગ્રામસભાનું મહત્વ, ગ્રામ વિકાસ યોજનાઓ, ગ્રામ પંચાયત વિકાસ યોજના (GPDP), ૧૬મા નાણાપંચ, ઇ-ગ્રામ સ્વરાજ પોર્ટલ, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, નાણાકીય વ્યવસ્થાપન, પારદર્શિતા, સુશાસન તથા જનભાગીદારી જેવા વિષયો પર વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમ અંતે ચૂંટાયેલા પ્રતિનિધિઓને લોકકેન્દ્રિત વહીવટ, પારદર્શિતા અને વિકાસલક્ષી કાર્યોમાં સક્રિય ભૂમિકા નિભાવવા અનુરોધ કરવામાં આવ્યો હતો.

 

Leave A Reply

Your email address will not be published.