મોરબીના વનાળીયા ગામે કાકાએ ભત્રીજાની છરીના ધા ઝીંકી હત્યા કરી

 

મોરબીના વનાળીયા ગામની સ્કૂલ વાળી શેરીમાં સામાન્ય ઠપકો આપવા જેવી બાબતે એક કૌટુંબિક કાકાએ પોતાના જ ભત્રીજાની હત્યા કરી નાખી હતી. શેરીમાં ગાળો બોલવાની ના પાડતા ઉશ્કેરાયેલા કાકાએ ભત્રીજા પર છરી વડે જીવલેણ હુમલો કર્યો હતો. ગંભીર રીતે ઘવાયેલા યુવાનનું રાજકોટ ખાતે સારવાર દરમિયાન મોત નીપજતા બનાવ હત્યામાં પલટાયો છે.

 

બનાવની વિગતો મુજબ, વનાળીયા ગામની સ્કૂલ વાળી શેરીમાં રહેતા ૨૬ વર્ષીય મહેશ ગોરધનભાઈ રાઠોડના કૌટુંબિક કાકા સુરેશ કાનજી રાઠોડ શેરીમાં ગાળાગાળી કરી રહ્યા હતા. આ સમયે મહેશે તેમને ગાળો ન બોલવા માટે ઠપકો આપ્યો હતો. આ વાતનો ખાર રાખી આરોપી સુરેશે આવેશમાં આવી મહેશ પર છરી વડે તૂટી પડ્યો હતો અને તેના શરીરે ગંભીર ઘા ઝીંકી દીધા હતા. લોહીલુહાણ હાલતમાં મહેશને તાત્કાલિક મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ટૂંકી સારવારના અંતે તેણે દમ તોડ્યો હતો. મૃતકના પિતાએ આ મામલે ફરિયાદ નોંધાવવા તજવીજ હાથ ધરી છે.

 

Leave A Reply

Your email address will not be published.