વાંકાનેર હાઈવે પર રોડ કાર અને બાઈક અથડાતા બે યુવાનને ઈજા

 

વાંકાનેર નેશનલ હાઈવે પર નવાપરા નજીક બે યુવાન બાઈક લઈને જતા હતા અને રોડ ક્રોસ કરવા જતા કાર ચાલકે બાઈકને ઠોકર મારી હતી જે અકસ્માતમાં બાઈક સવાર બેને ઈજા પહોંચી હતી પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે

 

વાંકાનેર મિલ પ્લોટમાં રહેતા અમિતભાઈ પુનમભાઈ પરમાર (ઉ.વ.૩૦) નામના યુવાને સ્વીફ્ટ જીજે ૩૬ એફ ૩૮૩૮ માં ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૨૫ ના રોજ ફરિયાદી અમિત અને તેનો મિત્ર અનિલભાઈ બંને બાઈક જીજે ૦૩ સીએચ ૩૪૭૬ લઈને મોરબી વાંકાનેર નેશનલ હાઈવે પરથી જતા હતા અને નવાપરા કટ નજીક રોડ ક્રોસ કરતી વખતે કાર ચાલકે પુરઝડપે ચલાવી બાઈકને ટક્કર મારી હતી જે અકસ્માતમાં ફરિયાદી અમિતભાઈને દાઢીના ભાગે અને પગમાં ફ્રેકચર ઈજા અને અનિલભાઈને નાની મોટી ઈજા કરી હતી વાંકાનેર સીટી પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે

 

Leave A Reply

Your email address will not be published.