કોમનમેન ટ્રસ્ટ દ્વારા મોરબી શહેરને સ્વચ્છ રાખવાની એક અનોખી પહેલનો અગ્રગણ્ય પી. જી. પટેલ કોલેજથી પ્રારંભ

 

ડૉ. સતીષભાઈ પટેલ કે જે જાણીતા બાળ રોગ નિષ્ણાત, એક ઉમદા લેખક, જેમના દ્વારા અત્યાર સુધીમાં સમાંજઉપયોગી અનેક પુસ્તકો લખાઈ ચુક્યા છે, તેમના કોમનમેન ટ્રસ્ટ દ્વારા મોરબીના લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે માનનીય વડાપ્રધાનશ્રી મોદીસાહેબના સ્વચ્છ ભારતના સંકલ્પ ને ધ્યાને લઇ એક અભિયાન શરુ કરવામાં આવેલ છે, જે અભિયાન અંતર્ગત એક પેમ્પલેટમાં વિસ્તૃત માહિતી કે જે દરેક નાગરિકોની સામાન્ય ફરજો વિષે એક અપીલ કરવામાં આવેલ છે. આ પેમ્પલેટ મોરબીની વિવિધ શાળા કોલેજમાં વિતરણ કરી મોરબીના લોકોને જાગૃત કરવાનો એક નાનકડો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે . આ ઉપરાંત આ પેમ્પલેટનું વિતરણ જાહેર સ્થળો પર પણ કરવામાં આવશે.

મોરબીની પી. જી. પટેલ કોલેજ પર આજે સવારે તમામ ફેકલ્ટીના વિદ્યાથીઓને તેમજ JK SHAH CLASSES ના CA ના વિદ્યાથીઓને તેમજ UPSC ના ક્લાસમાં અભ્યાસ કરતા તમામ વિદ્યાથીઓને વિતરણ કરી આ કેમ્પૈન નો પ્રારંભ કર્યો. તેમજ ભવિષ્યમાં  અલગ અલગ જાહેર સ્થળો પર આ પેમ્પલેટનું વિતરણ ટૂંક સમયમાં કરવામાં આવશે. જેનાથી એક બાબત સ્પષ્ટ થશે કે આપણા ગામને સ્વચ્છ રાખવાનું કામ ફક્ત નગરપાલિકાનું જ નથી પરંતુ તે દરેક નાગરિકની પણ નૈતિક જવાબદારી છે જે મેસેજ પોચડવાનો એક નમ્ર પ્રયાસ આ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી રહ્યો છે.

આ તકે આ કેમ્પૈનમાં કોલેજ પ્રાચાર્ય ડૉ. રવીન્દ્ર ભટ્ટ , HOD ડૉ હેમાંગ ઠાકર તેમજ તમામ સ્ટાફ જોડાયા હતા.  કોમનમેન ટ્રસ્ટમાંથી આ તકે ચંદ્રાશલા સાહેબ તેમજ ડૉ. સતીશ પટેલસાહેબની વિશેષ ઉપસ્થિતિ હતી. અત્રે ઉલ્લેખનીય છેકે આ જ ટ્રસ્ટ દ્વારા તારીખ ૨૭.૦૯.૨૬ ના રોજ સવારે ૮.૦૦ થી ૧.૦૦ કલાક દરમિયાન સ્વામી નારાયણ સંસ્કાર બ્લડ બેંક, GIDC મેઈન રોડ ખાતે લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગ સાથે એક મેગા બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં મોટી સંખ્યામાં ખાસ યુવાનો તેમજ મોરબી અને આસપાસના નગરજનો રક્તદાન કરે તેવી ટ્રસ્ટ દ્વારા મોરબીના નગરજનોને અપીલ કરવામાં આવી રહી છે.

 

Leave A Reply

Your email address will not be published.