મોરબી નજીક હાઈવે પર વાહન ચેકિંગ દરમિયાન  GSF ગાર્ડ પર હુમલો કરી ટ્રક ચાલક ફરાર

ટ્રક ચાલકે માથામાં લોખંડ પાઈપ ફટકારી દેતા ગાર્ડ સારવાર હેઠળ

            મોરબી નજીક હાઈવે પર વાહન ચેકિંગ કામગીરી દરમિયાન ટ્રક ચાલકે વાહન ઉભું રાખ્યું ના હતું ને પીછો કરી ટ્રક ઉભો રખાવતા ટ્રક ચાલકે GSF ગાર્ડ પર પાઈપ વડે હુમલો કરી દીધો હતો પાઈપ ફટકારી દેતા ઈજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અંધકારનો લાભ લઈને ટ્રક મૂકી ચાલક નાસી ગયો હતો

 

            મોરબીના રવાપર રોડ પર રહેતા અને મોરબી RTO મોટર વાહન નિરીક્ષક તરીકે ફરજ બજાવતા અર્પૂવ સુરેશભાઈ પ્રજાપતિએ આરોપી ટ્રક જીજે ૩૯ ટી ૬૬૧૮ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે તા. ૨૩ ના રોજ સાંજે ચારેક વાગ્યે ફરિયાદી અર્પૂવ પ્રજાપતિ તેમજ જીએસએફ ગાર્ડ કનુભાઈ ગંગદાસ રતન/ગઢવી તેમજ રૈયાભાઈ હિન્દુભાઇ સુસરા સહિતનાઓ આરટીઓ લગતી કામગીરી કરવા સરકારી વાહન જીજે ૧૮ જીબી ૮૧૩૨ લઈને પેટ્રોલિંગ કરતા હતા રાત્રીના સવા નવેક વાગ્યે મોરબી માળિયા હાઈવે પર ટીંબડી ગામના પાટિયા પાસે વાહન ચેકિંગ દરમિયાન એક ટ્રક કન્ટેનર નીકળતા તેને રોકવા ઈશારો કર્યો હતો પરંતુ રોકાયો નહિ જેથી સરકારી વાહન લઈને પીછો કરી ભરતનગર પટેલ સમાજ વાડી પાસે ઓવરટેક કરી ટ્રક સાઈડમાં ઉભો રખાવ્યો હતો

 

            ફરિયાદી નીચે ઉતરી ટ્રક ચાલકને પૂછપરછ કરવા જતા ટ્રક ચાલક હાથમાં લોખંડ પાઈપ લઈને નીચે ઉતર્યો અને ઉશ્કેરાઈ જઈને જપાજપી કરવા લાગ્યો જેથી ગાર્ડ કનુભાઈ અને રૈયાભાઈ આવી ગાય હતા દરમિયાન ટ્રક ચાલક રોડ ક્રોસ કરી હાઈવે તરફ ભાગી ગયો હતો જેથી બંને ગાર્ડના માણસ તેની પાછળ જઈને નામઠામ પૂછતાં ઉશ્કેરાઈ ગયો હતો અને હાથમાં રહેલ લોખંડ પાઈપ વડે રૈયાભાઈને માથામાં ઝીકી દીધો હતો અને અંધકારનો લાભ લઈને નાસી ગયો હતો ટ્રક સ્થળ પર મૂકી ગયો હતો જે ડીટેઈન કરવામાં આવ્યો થો અને રૈયાભાઈને લોહી નીકળતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા આમ ટ્રક ચાલકે કાયદેસરની ફરજમાં હોય ત્યારે વાહન ઉભું નહિ રાખી લોખંડ પાઈપ વડે ગાર્ડને માથામાં મારી ઈજા કરી નાસી ગયો હતો મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે

 

 

Leave A Reply

Your email address will not be published.