



નવા દેવળિયા ગામમાં યુવાનનો મોબાઈલ ખોવાયો હતો અને એક ઇસમ ત્યાંથી નીકળતા શક પડતા તેને પૂછવા જતા સારું નહિ લાગતા બે ઇસમોએ યુવાન સહિતના બેને લાકડાના ધોકા અને ધારિયા વડે માર મારી ઈજા કરી હતી
હળવદ તાલુકાના નવા દેવળિયા ગામે રહેતા વિરલ રતિલાલ જાદવાણી (ઉ.વ.૩૬) વાળાએ આરોપીઓ રાહુલ દેવશીભાઈ વડેચા અને જગદીશ દેવશીભાઈ વડેચા રહે બંને નવા દેવળિયા સીમ તા. હળવદ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી વિરલનો મોબાઈલ ખોવાઈ ગયો હતો અને આરોપી રાહુલ ત્યાંથી નીકળ્યો હતો જેથી તેના પર શક પડતા ફરિયાદી વિરલ અને ફિરોજભાઈ બંને પૂછવા તેની વાડીએ ગયા હતા
જ્યાં બંને આરોપી ભાઈઓ રાહુલ અને જગદીશે ઝઘડો કરી માર માર્યો હતો અને બાદમાં સમાધાન કરવા ફરીવાર આરોપીની વાડીએ મોડી રાત્રીના ગયા હતા ત્યારે ઢીકા પાટું માર મારી આરોપી જગદીશે ધારિયા વડે વિરલને ડાબા હાથના ખંભા પાસે ઈજા કરી હતી તેમજ આરોપી રાહુલે ફિરોજભાઈને લાકડાના ધોકા વડે માર માર્યો હતો હળવદ પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે