



હળવદના જુના ઈશનપુર ગામે ઘરેથી પૈસા વાપરવા નહિ આપે તો ઘરેણા અને વાહન વેચી નાખવાની તેમજ આપઘાત કરી લેવાની ધમકી આપતા પુત્ર વિરુદ્ધ પિતાએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે હળવદ પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે
હળવદ તાલુકાના જુના ઈશનપુર ગામે રહેતા છનાભાઇ કાનાભાઈ મકવાણાએ આરોપી પુત્ર પરાક્રમ ઉર્ફે પ્રકાશ છનાભાઇ મકવાણા (ઉ.વ.૨૪) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીનો દીકરો આરોપી પરાક્રમ ઉર્ફે પ્રકાશ તેના કહ્યામાં નથી જે ઘરેથી પૈસા વાપરવા નહિ આપે તો ઘરેણા અને વાહન વેચી નાખીશ તેવી ધમકી આપે છે અને આપઘાત કરી લેવાની ધમકી આપે છે આરોપી પુત્ર જાહેરમાં અશ્લીલ હરકતો કરી પિતાને અશ્લીલ શબ્દો બોલી જ્યોતિબેનને લાકડાના ધોકા વડે માર માર્યો હતો હળવદ પોલીસે આરોપી પુત્ર વિરુદ્ધ ફરિયાદ નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે