ગુજરાત હાઈકોર્ટની સૌરાષ્ટ્ર-કચ્છની બેંક રાજકોટને આપવા મોરબી વકીલ મંડળની માંગ
મોરબી બાર એસો. દ્વારા જીલ્લા કલેકટરને આવેદન પાઠવી રજૂઆત




ગુજરાત હાઈકોર્ટની સૌરાષ્ટ્ર કચ્છની બેંચ રાજકોટને આપવાની માંગ સાથે મોરબી વકીલ મંડળ દ્વારા આજે જીલ્લા કલેકટર, ડેપ્યુટી કલેકટર અને મામલતદારને આવેદન પાઠવવામાં આવ્યું હતું
મોરબી બાર એસો પ્રમુખના માર્ગદર્શન હેઠળ આજે વકીલ મંડળે જીલ્લા કલેકટરને આવેદન પાઠવ્યું હતું જેમાં જણાવ્યું છે કે સૌરાષ્ટ્ર કચ્છને રાજકોટ ખાતે હાઈકોર્ટ બેંચ આપવા માંગણી છે ગુજરાત હાઈકોર્ટમાં ચાલતી તકરારોમાંથી ૪૦ ટકા જેટલી લીટીગેશન સૌરાષ્ટ્ર અને કચ્છમાંથી આવેલ છે આ મેટર જો રાજકોટ હાઈકોર્ટ બેંચને આપવામાં આવે તો ૪૦ ટકા તકરારો, લીટીગેશન રાજકોટ બેંચને મળે અને નામ ગુજરાત હાઇકોર્ટનું ભારણ અને કેસોની પેન્ડનસી ઘટે અને લોકોને ઘરઆંગણે ઝડપી અને સસ્તો ન્યાય મળી સકે
સૌરાષ્ટ્ર-કચ્છના છેવાડાના માનવીને ઘરઆંગણે સસ્તો, ઝડપી ન્યાય મળે અને અમદાવાદ સુધી ગુજરાત હાઈકોર્ટમાં ન્યાય મેળવવા જવા આવવામાં ઓછામાં ઓછા ૬ થી ૧૨ કલાકની મુસાફરી અને ટ્રાફિકનો સામનો કરવાથી બચી સકે અને ફરી મુદત પડે તો ફરીથી ન્યાય મેળવવા માટે નાણા અને સમયનો વ્યર્થ થતો બચી સકે છે રાજકોટ સૌરાષ્ટ્ર-કચ્છનું સેન્ટર પોઈન્ટ છે ભૂતકાળમાં રાજકોટમાં સૌરાષ્ટ્ર બેંચ કાર્યરત હતી ગુજરાત સિવાયના અન્ય ઘણા રાજ્યમાં બેથી ચાર હાઈકોર્ટ બેંચો ફાળવી લોકોને ઝડપી ન્યાય મળે તે માટે પ્રયત્ન કરવામાં આવ્યા છે સૌરાષ્ટ્ર કચ્છની હાઈકોર્ટ બેંચ રાજકોટને આપવા વર્ષો જૂની માંગણી છે અને બેંચ મળવા માટેની પ્રપોઝલ હાઈકોર્ટ , સરકારને મોકલવામાં આવી છે
રાજકોટ વિકસિત શહેર છે રાજકોટમાં હાઈકોર્ટ બેંચ માટે વિશાળ જગ્યા ઉપસ્થિત છે તેમજ હાઈકોર્ટ જજશ્રીને રહેણાંક માટે વીશાળ જગ્યા ઉપલબ્ધ છે હાલમાં સૌરાષ્ટ્ર-કચ્છની વર્ષો જૂની માંગણીને ધ્યાને લઈને સરકારમાં અમારી માંગણી મોકલવા જણાવ્યું છે અને રાજકોટને હાઈકોર્ટ બેંચ મળે તેવી માંગ કરવામાં આવી છે


