

મંગળપુર ગામની સીમમાં ખેતરમાં થાંભલા નાખેલા હોય જે કાઢવા બાબતે બઘડાટી બોલી ગઈ હતી અને પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી હવે સામાપક્ષે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે બંને પક્ષની ફરિયાદને આધારે તપાસ હાથ ધરી છે
હળવદ તાલુકાના નવા વેગડવાવ ગામે રહેતા અશ્વિન ગોરધનભાઈ સોનગ્રાએ આરોપીઓ ગૌતમ છગનભાઈ કણઝરીયા, છગનભાઈ પોપટભાઈ કણઝરીયા, પ્રવીણ નરશીભાઈ કણઝરીયા, ચંદ્રેશ ઘનશ્યામભાઈ કણઝરીયા, દલસુખ હેમુભાઈ કણઝરીયા રહે બધા નવા વેગડવાવ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીને પોતાના ખેતરમાં જવાના રસ્તે આરોપીના પરિવારે થાંભલા નાખ્યા હોય જેન દતા હોવાથી ફરિયાદીના કાકી કાંતાબેન, ભાભી રમીલાબેન થાંભલા કાઢવા જતા આરોપીઓએ થાંભલો કાઢવાની ના પાડી ગાળો આપી હતી
આરોપીઓએ કાકી કાંતાબેન અને ભાભી રમીલાબેન તેમજ પિતાને ઢીકાપાટું માર મારતા કાકી કાંતાબેનને છાતીના ભાગે સામાન્ય ઈજા અને ભાભી રમીલાબેનને પગમાં ઈજા અને પિતાને ખંભે સામાન્ય ઈજા પહોંચી હતી આરોપીએ કાકા વાસુદેવભાઈને લોખંડ સળીયો મારી પગે ઈજા કરી હતી અને ફરિયાદીને પથ્થર મારી હાથમાં ઈજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી હળવદ પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે