


મોરબી તાલુકા પોલીસે રંગપર અને લક્ષ્મીનગર ગામે રેડ કરી હતી તેમજ બી ડીવીઝન પોલીસે આઈટીઆઈ નજીક રેડ કરી હતી કુલ ત્રણ સ્થળેથી જુગાર રમતા ૧૭ પત્તાપ્રેમીઓને ઝડપી લઈને પોલીસે રોકડ રકમ જપ્ત કરી છે
પ્રથમ રેડ મોરબી તાલુકા પોલીસે લક્ષ્મીનગર ગામે કરી હતી જાહેરમાં જુગાર રમતા પ્રકાશ અમ્બુભાઈ હળવદીયા, અરજણભાઈ જેઠાભાઈ રીણીયા, અમિત બાબુભાઈ રાણેવાડિયા અને સાગર સામજી કોરડીયા રહે બધા લક્ષ્મીનગર વાળાને ઝડપી લઈને રોકડ રૂ ૨૦,૬૦૦ જપ્ત કરી છે
બીજી રેડ તાલુકા પોલીસે રંગપર ગામથી જીવાપર રોડ પર વાડીની ઓરડીમાં રેડ કરી હતી જુગાર રમતા ઘનશ્યામસિંહ સજ્જનસિંહ ઝાલા, અલ્પેશ બાબુભાઈ કાનાણી, જગદીશ ચતુરભાઈ બાવરવા, મહેશ અંબારામભાઈ અંબાણી, રાજેશ કાનજીભાઈ મોટકા, ભરત ચંદુભાઈ લોરિયા, સુરેશ દેવશીભાઈ જાલરીયા, કાંતિલાલ નાગજીભાઈ દેત્રોજા, જીજ્ઞેશ હરજીવન કડીવાર અને રમેશ ધરમશીભાઈ જેઠલોજા એમ ૧૦ ને ઝડપી લઈને રોકડ રૂ ૧,૨૨,૭૦૦ જપ્ત કરી છે
ત્રીજી રેડ સીટી બી ડીવીઝન પોલીસે મોરબી આઈટીઆઈ કોલેજ પાછળ કરી હતી હોટેલ પાછળ જાહેરમાં જુગાર રમતા અર્જુન વિરમભાઇ કુંઢીયા, પ્રતાપ સવશીભાઈ દેલવાણીયા અને મનસુખ નરશી વાઘેલા એમ ત્રણને ઝડપી લઈને રોકડ રૂ ૧૧,૫૦૦ જપ્ત કરી છે