

શ્રી બંધુનગર પ્રાથમિક શાળા ખાતે આચાર્ય તરીકે ફરજ બજાવતા અમૂલભાઈ જોષીના ૧૦ વર્ષના પુત્ર કેયુર જોષી સમગ્ર શ્રાવણ માસ દરમ્યાન ઉપવાસ કરે છે અને માટી તથા બરફનું શિવલિંગ બનાવી પૌરાણીક રુદ્રાભિષેક દ્વારા શિવજીને મનાવવા કાલાવાલા કરે છે. ખૂબ નાની ઉંમરે કેયુર ના ધર્મ પ્રત્યેના લગાવ અને શ્રદ્ધાની ચોમેરથી પ્રસંશા થઈ રહી છે.