ટંકારાના લતીપર રોડ પર ૬૩ હજારના સોનાના ચેનની ચીલઝડપ કરી બે ઈસમો ફરાર

 

લતીપર રોડ પર મોટરસાયકલમાં આવેલ બે અજાણ્યા ઇસમોએ મહિલાના ગળામાંથી ૬૩ હજારની કિમતનો સોનાના ચેનની ચીલઝડપ કરી નાસી ગયા હતા સપ્તાહ પૂર્વેના બનાવ મામલે ટંકારા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે

 

ટંકારા લક્ષ્મીનારાયણ શેરી નં ૫ માં રહેતા જયેશભાઈ અવચરભાઈ વાઘરીયા (ઉ.વ.૪૧) વાળાએ ડબલ સવારી મોટરસાયકલમાં આવેલ અજાણ્યા ચોર ઈસમો વિરુદ્ધ ફરીયાદ નોંધાવી છે કે ગત તા. ૦૪ ના રોજ રાત્રીના જમીને પરિવારના સભ્યો બેઠા હતા ત્યારે ફરિયાદીના પત્ની હર્ષિદા અને ભાભી મીનાબેન બંને રોડ પર ચાલવા નીકળ્યા હતા ટંકારા લતીપર રોડ પર ચાલીને જતા હતા ત્યારે કોર્ટ તરફથી પરત આવતા પાણીના ટાંકા પાસે મેઈન રોડ પર ડબલ સવારી બાઈકમાં આવેલ બે અજાણ્યા ઇસમોએ આવી પાછળ બેસેલ અજાણ્યા ઇસમેં ફરિયાદીના પત્ની હર્ષિદાબેનના ગળામાંથી એક તોલા સોનાનો ચેન આશરે રૂ ૬૩,૯૦૦ વાળો આંચકી નાસી ગયા હતા ટંકારા પોલીસે ચીલઝડપની ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે

Leave A Reply

Your email address will not be published.