મહેન્દ્રનગર ચોકડીએ દવા પી લેતા યુવાનનું મોત, જોધપર (નદી) ગામેથી મૃતદેહ મળ્યો

મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ જંતુનાશક દવા પી લેતા યુવાનનું મોત

મહેન્દ્રનગર ચોકડીએ ૩૧ વર્ષીય યુવન કોઈ કારણોસર જંતુનાશક દવા પી લેતા સારવાર માટે મોરબી બાદ રાજકોટ ખસેડાયો હતો જ્યાં સારવારમાં યુવાનનું મોત થયું હતું બી ડીવીઝન પોલીસે બનાવ મામલે વધુ તપાસ ચલાવી છે

મોરબી મહેન્દ્રનગર ચોકડી સોમનાથ પાર્ક પ્રભુકૃપા સોસાયટી પાછળ રહેતા પાર્થ કાન્તિલાલ માર્ડીયા (ઉ.વ.૩૧) નામના યુવાન ગત તા. ૧૦ ના રોજ મહેન્દ્રનગર ચોકડી પાસે જંતુનાશક દવા પી જતા બેભાન હાલતમાં મોરબીની ક્રિષ્ના હોસ્પિટલ સારવાર માટે ખસેડાયા હતા બાદમાં રાજકોટ હોસ્પિટલ વધુ સારવાર માટે રીફર કર્યા હતા જ્યાં સારવાર દરમિયાન મોત થયું હતું મોરબી સીટી બી ડીવીઝન પોલીસે બનાવની નોંધ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

 

મોરબીના જોધપર નદી ગામેથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળ્યો

જોધપર નદી ગામની સીમમાંથી ૩૦ થી ૩૫ વર્ષીય અજાણ્યા પુરુષનું કોઈ કારણોસર મોત થયું હતું અને મૃતદેહ મળી આવતા પોલીસે વધુ તપાસ ચલાવી છે

મોરબી તાલુકાના જોધપર નદી ગામના રહેવાસી જયેશભાઈ ભુરાભાઈ હોથી (ઉ.વ.૪૫) વાળાએ પોલીસ મથકમાં જાણ કરી હતી જે ગામની સીમમાં વાડી પાસે ખાલી વોકળામાંથી અજાણ્યા પુરુષ આશરે ૩૦ થી ૩૫ વર્ષ વાળાનું કોઈ કારણોસર મોત થયું હતું અને મૃતદેહ મળી આવ્યો હ્ચે મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરી તપાસ હાથ ધરી છે

 

Leave A Reply

Your email address will not be published.