હળવદ : કપચીના પૈસા માંગશો તો પતાવી દેશું, ઓફિસમાં તોડફોડ કરી રૂ ૩૦ હજારનું નુકશાન  

 

હળવદના સાપકડા ગામની સીમમાં આવેલ ઉમા સ્ટોન ઓફિસમાં બે ઇસમોએ પ્રવેશ કરીને ઓફીસના બારીના કાચ તોડી રૂ ૩૦ હજાર નુકશાન કરી પોતાની સ્કોર્પીઓ કાર લઈને જતા રહ્યા હતા જતા જતા કપચીના પૈસા માગશો તો પતાવી દેશું કહીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી

 

હળવદ તાલુકાના ભલગામડા ગામના રહેવાસી બીજલભાઈ લાલજીભાઈ ઉધરેજા (ઉ.વ.૩૪) વાળાએ આરોપીઓ જીગ્નેશસિંહ સુખદેવસિંહ ઝાલા અને હરદીપસિંહ સુખદેવસિંહ ઝાલા રહે બંને સાપકડા તા. હળવદ વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે આરોપી જીગ્નેશસિંહે ફોનમાં ફરિયાદીને ગાળો આપી સાપકડા ગામની સીમમાં આવેલ ઉમા સ્ટોનની ઓફિસે સ્કોર્પીઓ કારમાં બંને ઈસમો આવ્યા હતા અને ઓફીસ પાસે આવી લોખંડ પાઈપ અને છરી સાથે આવતા ગેટ બંધ હોવાથી પાઈપ વડે બારીના કાચ તોડી ફોડી નાખી ઓફિસમાં રૂ ૩૦ હજાર નુકશાન કર્યું હતું

 

નુકશાન કરી બંને ઈસમો પોતાની સ્કોર્પીઓ કાર લઈને જતા રહ્યા હતા જતા જતા હવે જો કપચીના પૈસા માગશો તો પતાવી દેશું કહીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી હળવદ પોલીસે બંને ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ ચલાવી હતી

 

 

Leave A Reply

Your email address will not be published.