



મોરબી શહેરમાં પોલીસે ચાર સ્થળે રેડ કરી તીનપત્તી અને વરલી જુગાર રમતા છ ઇસમોને ઝડપી લઈને રોકડ રકમ જપ્ત કરી છે
સીટી બી ડીવીઝન પોલીસે ભડિયાદ રોડ કાંટા પાસે રેડ કરી જાહેરમાં વરલી જુગાર રમતા વિમલ વલ્લભભાઈ વાગડીયાને ઝડપી લઈને રોકડ રૂ ૭૧૦૦ જપ્ત કરી હતી અન્ય આરોપી અફઝલ ઉર્ફે જલો સમાનું નામ ખુલ્યું છે બીજી રેડમાં એ ડીવીઝન પોલીસે વાઘપરા શેરી નં ૮ પાસે વરલી જુગાર રમતા દીપક રામજીભાઈ કારિયાને ઝડપી લઈને રોકડ રૂ ૫૫૦ અને મોબાઈલ કીમત રૂ ૫૦૦૦ મળીને રૂ ૫૫૫૦ નો મુદામાલ કબજે લીધો છે
ત્રીજી રેડ એ ડીવીઝન પોલીસે લીલાપર રોડ ગૌશાળા વાડી પાસે કરી હતી જ્યાં જાહેરમાં તીનપત્તી જુગાર રમતા અરવિંદ દાદુભાઈ બાટી, દેવરાજ બાબુભાઈ છુછીયા અને ભરત રમેશભાઈ બાટી એમ ત્રણને ઝડપી લઈને રોકડ રૂ ૧૦,૨૦૦ જપ્ત કરી છે ચોથી રેડ એ ડીવીઝન પોલીસે રેલ્વે સ્ટેશન રોડ પર જાહેરમાં વરલી જુગાર રમતા ગોવિંદ દયારામ ચૌહાણને ઝડપી લઈને મોબાઈલ કીમત રૂ ૫૦૦૦ અને રોકડ રૂ ૧૨,૪૦૦ સહીત કુલ રૂ ૧૭,૪૦૦ નો મુદામાલ કબજે લીધો છે