માળિયાના ખાખરેચી ગામે ફોનમાં બોલાચાલીનો ખાર રાખી ત્રણ ઇસમોએ ભાઈ-બહેનને માર માર્યો




ખાખરેચી ગામમાં ફોનમાં બોલાચાલીનો ખાર રાખી ત્રણ ઇસમોએ યુવાન અને તેની બહેનને માર મારી ઈજા પહોંચાડી હતી અને ગાળો આપી હતી માળિયા પોલીસે ત્રણ ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે
માળિયાના ખાખરેચી ગામે રહેતા રાજુભાઈ બાબુભાઈ રાઠોડ (ઉ.વ.૩૪) વાળાએ આરોપીઓ ધનજીભાઈ ઉર્ફે મુન્નો દેવજીભાઈ રાઠોડ, પુનમબેન ધનજીભાઈ ઉર્ફે મુન્નો દેવજી રાઠોડ અને સતીષ ધનજી ઉર્ફે મુન્નો દેવજી રાઠોડ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે આરોપી ધનજી રાઠોડે ફરિયાદી રાજુભાઈ રાઠોડને ફોન કર્યો હતો અને બંને વચ્ચે બોલાચાલી થતા આરોપીએ ફોન કરી ઘરની બહાર બોલાવ્યા હતા અને ફરિયાદી રાજુ બહાર આવતા આરોપી પુનમબેને રાજુભાઈને ગાલ પર પાંચ છ ઝાપટ મારી હતી જેને છોડાવવા ફરિયાદીના બહેન સોનુબેન આવતા સોનુબેનના વાળ પકડી નીચે પાડી દીધા હતા
ફરિયાદી તેના બહેનને છોડાવવા જતા આરોપી સતીશે માથાના ભાગે લાકડાનો ઘા માર્યો હતો અને આરોપી ધનજી તેમજ પુનમબેને મુંઢ માર મારી ઝપાઝપી દરમિયાન રાજુભાઈ નીચે પડતા ડાબા પગના પંજાના ભાગે મુંઢ ઈજા કરી ગાળો આપી હતી માળિયા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે